Featured post

Rs.O Shopping Loot / Lotus Sunscreen Sample Totally FREE Free Sample Offer २025

  हमारा टेलीग्राम चैनल जॉइन करिये और कभी भी शार्ट टाइम आफर मिस मत करिए | फेक टेलीग्राम चैनल से सावधान रहें Join Our Telegram And Never Miss...

Monday, 8 January 2018

Breaking News: ગુજરાતની 1423 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર, EVMથી થશે મતદાન

ન્યૂઝ4હુમન નેટવર્ક, ગાંધીનગર: રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે રાજ્યની 1423 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેના માટે  આગામી 4 ફેબ્રુઆરી 2018ના રોજ મતદાન થશે તથા 6 ફેબ્રુઆરી 2018ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

આ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 20 જાન્યુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે અને 23 જાન્યુઆરી સુધી ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયતની આ ચૂંટણીઓમાં ઇવીએમ મશિનનો ઉપયોગ કરવામાં આવશે તથા તેમાં NOTA (નોટા) નું બટન પણ આપવામાં આવ્યું હશે. આ સાથે જ આજથી ચૂંટણી આચારસંહિતા પણ અમલી બની છે.

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોઈ પક્ષ સીધી રીતે ચૂંટણી નથી લડતો હોતો આમ છતાં રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ પોતાના સમર્થિત ઉમેદવારો જીત્યાના અને બહુમતિ મળ્યાના દાવે કરતી આવી છે.

No comments:

Post a Comment

THANK YOU.