ન્યૂઝ4હુમન નેટવર્ક.રાજકોટઃ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ પોતાના વિધાનસભાના નેતા તરીકે અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીનું નામ નક્કી કરાયું હતું. જોકે જે તે સમયે કુંવરજી બાવળિયાએ પણ આ પદ માટે પોતાને યોગ્ય ગણાવ્યા હતા. સાથે જ કોળી સમાજ દ્વારા પણ પોતાના નેતાને આ પદ માટે મુકવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરાઈ હતી.
10મી તારીખે કોળી સમાજ દ્વારા અમદાવાદ ખાતે સમાજની આ સંદર્ભે મીટિંગ મળવાની છે. જોકે તે પહેલા કુંવરજી બાવળિયાએ મેરાન્યૂઝ સાથે વાત કરતાં કહ્યું કે, વિપક્ષના નામની જાહેરાતને લઈને તેમણે કોઈ મીટિંગ બોલાવી નથી. સમાજના આગેવાનો કે જે આ નિર્ણયથી હતાશ છે તેમણે બોલાવી છે. હાઈકમાન્ડે વિપક્ષના નેતા તરીકે જે નિર્ણય લીધો છે તે મને શિરોમાન્ય છે.
No comments:
Post a Comment
THANK YOU.