ન્યૂઝ4હુમન નેટવર્ક, જયપુર: સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’ ને સેન્સર બોર્ડ દ્વારા કેટલાક સુધારા સાથે થિયેટર્સમાં રિલિજ કરવા માટે મંજૂરી મળી ગઇ છે. પરંતુ આ ફિલ્મને આજે મોટો આંચકો લાગ્યો છે કારણ કે રાજસ્થાનનાં મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ‘પદ્માવત’ ને તેમના રાજ્યમાં નહીં રજૂ કરવા માટે આદેશ આપ્યા છે. તેમણે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખતા આ નિર્ણય કર્યો છે.
રાજસ્થાનના ગૃહમંત્રી ગુલાબચંદ કટિયારે પણ સ્પષ્ટ કહ્યું હતું કે ફિલ્મ પદ્માવત રાજસ્થાનમાં રજૂ કરવા દેવામાં નહીં આવે. સરકાર નથી ઇચ્છતી કે ફિલ્મના કારણે કોઈ સમાજના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ વિરૂદ્ધ રાજસ્થાનમાં રાજપૂત સમાજના સંગઠન કરણી સેનાએ મોર્ચો ખોલ્યો છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ ફિલ્મ અંગે ગુજરાત સરકાર શું નિર્ણય કરે છે.
No comments:
Post a Comment
THANK YOU.