Saturday, 6 January 2018

હાર્દિક પટેલે અમદાવાદ માં ૧૦૧ યુવા પાટીદારોની મજબુત ટીમ બનાવાશે :

ગુજરાત માં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલું પાટીદાર અનામત આંદોલન ફરી એક વાર ધમધમવાની તૈયારીમાં છે. તેવા સમયે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ એ હવે ગ્રામીણ વિસ્તારની સાથે હવે શહેરી વિસ્તારમાં સંગઠનને મજબુત બનાવવાની કવાયત શરૂ કરી છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં પાટીદાર આગેવાનો એક બેઠક યોજી હતી. જેમાં આંદોલનકારી સાથે સંગઠન મજબૂત કરવા માટે મિટિંગ કરી હતી. તેમજ આવતા દિવસોમાં અમદાવાદ ના તમામ વિસ્તાર પ્રમાણે ૧૦૧ યુવાનોની મજબૂત ટીમ બનાવવાની જાહેરાત કરી હતી.

પાટીદાર નેતા હાર્દિક પટેલના નેતૃત્વમાં ૩૦ ડિસેમ્બરના રોજ બોટાદ ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠક મળી હતી. જેમાં સમગ્ર ગુજરાતમાં ૧૮૨ કાર્યકરોની મજબુત ટીમ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
ગુજરાત માં પાટીદાર અનામત આંદોલન સમિતિની બોટાદના ગઢડા તાલુકા ખાતે ગુજરાત ના ૩હજાર ગામો ના મુખ્ય કન્વીનર અને તાલુકા-જિલ્લા ના કન્વીનરો ની ચિંતન શિબિર યોજાઈ હતી. જેમાં ગામડે ગામડે સંગઠનને વધુ મજબૂત બનાવવા નિર્ધાર કર્યો હતો. જેમાં પાસની કોર કમિટીને રદ કરી દેવામાં આવી છે. તેમજ પાસ સંગઠનમાં વિરોધમાં ગયેલા તમામ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે જયારે આગામી દિવસમાં અનામત આંદોલન ચલાવવા માટે ૧૮૨ સભ્યોની ટીમ બનાવવામાં આવશે. જેના થકી અનામત , બેરોજગારી અને ખેડૂતોના મુદ્દે લડાઈને વધુ મજબુત બનાવવામાં આવશે.આ આંદોલન વ્યકિતગત આંદોલન નથી સમાજ અને યુવાનોના ભવિષ્ય માટે છે.

No comments:

Post a Comment

THANK YOU.