ન્યૂઝ4હુમન નેટવર્ક.ગાંધીનગરઃ મહારાષ્ટ્રમાં થયેલી હીંસાને પગલે સર્જાયેલી તંગ સ્થિતિ અંગે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે તેમાં સાદ પુરાવ્યો છે અને સોશ્યલ મીડિયા દ્વારા કહ્યું કે, ગુજરાતમાં પાટીદાર આંદોલન સમયે થયેલી હિંસામાં પાટીદારોને આતંકી કહેવા વાળા અંધ ભક્તો હવે મહારાષ્ટ્રમાં ભાજપ દ્વારા કરાયેલી હિંસા અંગે તમે શું કહેશો?
હાર્દિક પટેલે એવું પણ કહ્યું કે, હવે બધુ સ્પષ્ટ થઈ ગયું છે.આરએસએસ અને ભાજપ દ્વારા હત્યાકાંડ કરાયો છે, દેવેન્દ્ર ફડણવીશ ન્યાયાધિશ દ્વારા તપાસની વાત કરી રહ્યા છે, ખરેખર લોકોનો ગુસ્સો ઠંડો કરવા માટે આ એક નાટક થઈ રહ્યું છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ દલિત સમુદાય પર અત્યાચાર આપણા માટે શરમજનક બાબત છે.
No comments:
Post a Comment
THANK YOU.