ન્યૂઝ4હુમન નેટવર્ક, રાજકોટ: ખોડલધામ ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટી અને જેતપુર બેઠક પરથી ભાજપના જયેશ રાદડિયાના હરીફ એવા કોંગ્રેસના ઉમેદવાર રવિ આંબલિયાના પરિવારને નડ્યો અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં રવિ આંબલિયાને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડાયા છે.
પ્રાપ્ત માહિતી આનુસાર ગત રાત્રે રવિ આંબલિયા પોતાના પરિવાર સાથે કાર લઇ જઇ રહ્યાં હતા ત્યારે રિબડા અને લોધિકા ગામ વચ્ચે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા તેમની કારને અકસ્માત સર્જાયો હતો. જેથી કાર રોડની સાઇડમાં ઉતરી પલટી ખાઇ ગઇ હતી. અકસ્માતમાં રવિ આંબલિયા ગંભીર રીતે ઘાયલ છે, જ્યારે પરિવારનો ચમત્કારિક બચાવ થયો છે. હાલ રવી આંબલિયા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ઘટનાની જાણ થતાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પરેશ ગજેરા પણ હોસ્પિટ્લા દોડી આવ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે રાત્રી કરતા અત્યારે રવિ આંબલિયાની તબિયત સારી છે.
No comments:
Post a Comment
THANK YOU.