Featured post

Rs.O Shopping Loot / Lotus Sunscreen Sample Totally FREE Free Sample Offer २025

  हमारा टेलीग्राम चैनल जॉइन करिये और कभी भी शार्ट टाइम आफर मिस मत करिए | फेक टेलीग्राम चैनल से सावधान रहें Join Our Telegram And Never Miss...

Saturday, 6 January 2018

Apple ની આ પ્રોડક્ટની ખરીદી પર મળશે કેશબેક, જાણો વધુ જાણકારી

જો તમે Appleની પ્રોડક્ટ લેવાનું વિચારી રહ્યા હોય તો આ સમય એકદમ પરફેક્ટ છે. HDFC બેંક ભારતમાં iPhone, iPad, MacBook અને Apple Watch વેરિએન્ટ પર કેશબેકની ઓફર આપી રહી છે. આ ઓફરમાં ગ્રાહક Apple પ્રોડક્ટ પર 10,000 રૂપિયાનું કેશબેક મેળવી શકે છે. જો કે, તેમાં કેટલાંક નિયમો અને શરતો સામેલ છે.

આ ઓફર હેઠળ ગ્રાહકને iPhone અને MacBook મોડલ્સ પર 10 હજાર રૂપિયા અને iPad અને Apple Watch વેરિએન્ટ પર 5 હજાર રૂપિયાનું કેશબેક મળશે. નિયમો અનુસાર, આ માત્ર HDFC ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા EMI ટ્રાન્જેકશન પર મળશે. આ ઓફર આજથી શરૂ થશે અને તે 11 માર્ચ 2018 સુધી ચાલશે.

ગ્રાહકોને HDFC ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી iPhone X ની ખરીદી પર 10 હજાર રૂપિયાનું કેશબેક મળશે, તો બીજી તરફ Apple iPhone 8 અને iPhone 8 Plusની ખરીદી પર 7,000 રૂપિયા સુધી કેશબેક મળશે. તેવી જ રીતે iPhone 7 અને iPhone 7 Plus પર 3000 હજાર રૂપિયા સુધીનું કેશબેક મળશે, iPhone 6s અને iPhone 6s Plus પર 2,000 રૂપિયા સુધીનું કેશબેક અને iPhone 6, iPhone 5S અને iPhone SE 1 હજાર રૂપિયાનું કેશબેક આપવામાં આવશે.

તે સિવાય, HDFC બેંક iPhone 7, iPhone 7 Plus, iPhone 6s અને iPhone 6s Plus માટે 6થી 9 મહિના વાળા EMI પ્લાન પર નો કોસ્ટ EMIની ઓફર આપી રહી છે.

MacBook મોડલ્સ પર ઓફરની વાત કરીએ તો ગ્રાહકને તેમાં 10 હજાર રૂપિયાનું કેશબેક 1 લાખ રૂપિયા કરતા વધુની કિંમતની મોડલ્સની ખરીદી પર મળશે. તો બીજી તરફ 50 હજાર કરતા ઓછી કિંમતના મોડલ્સ પર 5 હજાર રૂપિયાનું કેશબેક આપવામાં આવશે.

No comments:

Post a Comment

THANK YOU.