Thursday, 18 January 2018

ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં ‘પદ્માવત’ ફિલ્મ ઉપરનો પ્રતિબંધ રદ્દ: સુપ્રીમ કોર્ટ


ન્યૂઝ4હુમન નેટવર્ક.ગાંધીનગર: 
એક તરફ ફિલ્મ ‘પદ્માવત’ની રિલીઝને લઈને ભારે ઉત્તેજના વચ્ચે રાજસ્થાનની કરણીકરણી સેનાએ જ્યાં વિરોધ નોંધાવી ફિલ્મમાં કેટલાક વિવાદાસ્પદ દ્રશ્યો હટાવવાની વાત કરી ત્યાં જ બીજી તરફ આજે બધા વિરોધ અને વિવાદો વચ્ચે ગુજરાત સરકાર દ્વારા પણ જ્યાં પદમાવત પર પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો તે ફિલ્મને સિનેમાઘરોમાં રજૂ કરવા માટે સુપ્રિમ કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.


મૂળ નામ પદ્માવતી પરથી ‘પદમાવત’ નામકરણ થયા પછી ફિલ્મને રીલીઝ કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આજની સુપ્રીમ કોર્ટની આ જાહેરાત બાદ ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીને પણ ક્યાંક રાહતનો અનુભવ થયો હતો.


જાન્યુઆરીની ૨૫મીનાં રોજ ‘પદ્માવત’ ને રીલીઝ કરવાની મંજૂરી અપાઈ છે. એક વાત ઉલ્લેખનીય છે કે આ જાહેરાત પહેલા અમદાવાદ ખાતે રશિયન પ્રમુખ નેત્યાનાહૂનાં સ્વાગત પ્રસંગે યોજાયેલા શો દરમ્યાન એક છોકરીએ ‘પદ્માવત’ ફિલ્મના ઘૂમર ગીત પર ડાંસ રજુ કર્યો હતો.


જોકે, આજે સુપ્રીમ કોર્ટ દ્વારા ‘પદ્માવત’ ને રીલીઝ કરવાની મંજૂરી આપવામાં આવતા આ વાતનો વિવાદ થતા થતા રહી ગયો હતો. જે બાબતે તંત્રને હાશકારો પણ થયો હતો.


હવે જોવાનું એ રહ્યું કે ‘પદ્માવત’ ફિલ્મ રીલીઝ થયા પછી કરણી સેના અને  દર્શકોના શું પ્રતિભાવ આવે છે અને સુપ્રીમ કોર્ટે ફિલ્મ રજૂ કરવા દેવાની મંજૂરી આપી  તેના પડઘા કેવા પડે છે.
● આ પ્રકારના વધુ સમાચાર માટે 👉અહીં ક્લિક કરો

No comments:

Post a Comment

THANK YOU.