Tuesday, 19 December 2017

દારુ અને જુગારધામ ઝડપાતા જુનાગઢના એક PI અને બે PSI સસ્પેન્ડ કરાતા પોલીસબેડામાં ખળભળાટ

ન્યૂઝ4હુમન નેટવર્ક, જૂનાગઢ: થોડા દિવસ પહેલા ડી.જી વિજીલન્સ દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં 27 લાખના મુદામાલ સાથે મોટી સંખ્યામાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ બનાવમાં સ્થાનિક પોલીસની બેદરકારી સામે આવી હતી. ત્યારે આ બેદરકારી માટે જવાબદાર ગણી શકાય તેવા A ડિવિઝનના PI તેમજ D સ્ટાફ અને તાલુકા PSIને SP દ્વારા સસ્પેન્ડ કરાતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.
જૂનાગઢમાં થોડા દિવસો પહેલા ડીજી વિજિલન્સ સ્વોડે દારૂ અને જુગારની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં વિજીલન્સની ટીમે કુલ 27 લાખના મુદ્દામાલ સાથે 13 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. વિજીલન્સની આ કાર્યવાહીમાં સ્થાનિક પોલીસની ફરજમાં બેદરકારી સામે આવી હતી. જેને લઈને SP દ્વારા A ડીવીઝન PI આર.એસ.રાજપૂત, તેમજ D સ્ટાફ PSI એ.કે.પરમાર અને જૂનાગઢ તાલુકા PSI આર.જે.રામને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેને પગલે પોલીસબેડામાં અનેક તર્કવિતર્કનો દોર શરૂ થઈ ગયો છે.

Next Post :
હાર્દિક પટેલના આંદોલનને રોકવા ભાજપની સરકારે બનાવી છે આ યોજના: જાણો

No comments:

Post a Comment

THANK YOU.