Saturday, 23 December 2017

JIOએ 2018ના ન્યૂ યર પ્લાન લોન્ચ કર્યા


ન્યૂઝ4હુમન,અમદાવાદ : JIO એ તેના ગ્રાહકોને રૂ.199 અને રૂ.299ના નવા પ્રિ-પેઇડ પ્લાન ઓફર કરીને નવા વર્ષની શુભકામના પાઠવી છે. આ બંને પ્લાન ડિસેમ્બર 22, 2017 મધ્યરાત્રિથી અમલમાં આવશે. રૂ.199ની MRP ધરાવતા પ્લાનમાં નિઃશુલ્ક વોઇસ કોલિંગ, અનલિમિટેડ ડેટા (દૈનિક 1.2 જી.બી. હાઇસ્પીડ 4જી ડેટા), અનલિમિટેડ એસ.એમ.એસ. અને પ્રાઇમ મેમ્બર્સ માટે JIO એપ્સનો લાભ 28 દિવસ માટે મળશે. વધારે ડેટાનો ઉપયોગ કરતાં ગ્રાહકો માટે રૂ.299ની MRP ધરાવતા પ્લાનમાં ગ્રાહકોને નિઃશુલ્ક વોઇસ કોલિંગ, અનલિમિટેડ ડેટા (દૈનિક 2 જી.બી. હાઇસ્પીડ 4જી ડેટા), અનલિમિટેડ SMS અને પ્રાઇમ મેમ્બર્સ માટે JIO એપ્સનો લાભ 28 દિવસ માટે મળશે. હાઇસ્પીડ ડેટાનો લાભ આપતા આ બે પ્લાન અત્યાર સુધીમાં પ્રથમ વખત લોન્ચ કરવામાં આવ્યા છે.

No comments:

Post a Comment

THANK YOU.