Featured post

Rs.O Shopping Loot / Lotus Sunscreen Sample Totally FREE Free Sample Offer २025

  हमारा टेलीग्राम चैनल जॉइन करिये और कभी भी शार्ट टाइम आफर मिस मत करिए | फेक टेलीग्राम चैनल से सावधान रहें Join Our Telegram And Never Miss...

Monday, 25 December 2017

જાણો રાજકોટમાં રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવનાર ગેંગને પોલીસે કઇ રીતે ઝડપી પાડી

ન્યૂઝ4હુમન નેટવર્ક, રાજકોટ: શહેરના સાધુ વાસવાની રોડ જેવા પોષ વિસ્તારની બોમ્બે હાઉસીંગ સોસાયટીમાંથી રિવોલ્વરની અણીએ 20 તોલા સોનાના દાગીના અને 20 હજાર રોકડની લૂંટ ચલાવી તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. જોકે પોલીસે પણ આ પડકાર ઝીલી લઈને સઘન તપાસ શરૂ કરી હતી. જેમાં આ તસ્કર ગેંગે આ લૂંટ ઉપરાંત અન્ય બે સ્થળોએ ચોરી કરી હતી. તેમજ બે સ્થળોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો હોવાનું ખુલ્યું હતું. આ સમગ્ર લૂંટ સહિત ચોરીના બનાવોનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખ્યો છે. પરંતુ છતાં પોલીસના પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે.

 શહેરના સાધુ વાસવાની રોડની બોમ્બે હાઉસીંગ સોસાયટીમાં શુક્રવારે તસ્કરો પરેશભાઈ માળીના મકાનમાં ત્રાટકયા હતા. જ્યાં પરિવારના લમણે રિવોલ્વર રાખીને 24 તોલા સોનાના દાગીના સહિત રોકડા રૂપિયા 20 હજારની લૂંટ ચલાવી આ તસ્કર ગેંગ પલાયન થઈ ગઈ હતી. ખુલ્લેઆમ લૂંટ ચલાવનાર બુકાનીધારી તસ્કર ગેંગે પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. આ પડકાર ઝીલી લઇ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં તસ્કરોએ અન્ય બે સ્થળોએ ચોરી કરી હોવાનું તેમજ બે સ્થળોએ ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું ખુલ્યું હતું. તેમજ સમગ્ર મામલે ઉપયોગમાં લેવાયેલી વેગનઆર કાર પણ ચોરીની હોવાનું સામે આવ્યું હતું. 

શનિવારે પોલીસને શહેરના કોઠારીયા સોલ્વન્ટ ખાતેના ગણેશનગર વિસ્તારમાંથી આ કાર રેઢી મળી આવી હતી. વેગનઆર કાર મળવા સાથે પોલીસને મહત્વની કડી પણ મળી હતી. આ કડીના આધારે પોલીસે ઘાતક હથિયારી સાથે વાહનો ચોરીને લૂંટ, ધાડ, ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપી છેલ્લા દોઢ વર્ષથી શહેરભરમાં આતંક મચાવનાર "ચીખલીગર" તસ્કર ટોળકીના 3 સાગરીતોને ઝડપી પાડયા છે. આ આરોપીએ 20થી વધુ લૂંટ અને ધાડના ગુનાઓને અંજામ આપ્યાનું કબુલ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી 6 લાખના મુદ્દામાલ સહિત દેશી બનાવટની પિસ્તોલો પણ કબ્જે કરી હતી. જો કે આ ગેંગના વધુ 2 થી 3 સાગરીતો હજી પોલીસ ગિરફતથી દૂર હોઈ તેઓને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે.

રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવનાર આ ગેંગે પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. આ પડકારને સ્વીકારી પોલીસે સઘન તપાસ હાથ ધરીને ગણતરીના દિવસોમાં આ ગેંગને તમામ મુદ્દામાલ સહિત ઝડપી પાડી છે. પરંતુ એક જ રાતમાં બે સ્થળોએ ચોરી અને એક લૂંટને અંજામ આપનાર આ ગેંગ જે-તે વખતે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસને કેમ દેખાયા નહીં ? જેવા પ્રશ્નો પણ લોકોમાં ઉઠી રહ્યા છે. તેમજ બનાવ બને પછી પગલાં લેવા કરતા અઘટિત બનાવને રોકવા માટેના પ્રયાસો વધુ સઘન કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે.

આરોપીઓના નામ

1- જોગેન્દ્રસિંગ રાઠોડ

2- ગુરમુખસિંગ રાઠોડ

3- હરવિંદસિંગ રાઠોડ

4-એક સગીર વય નો આરોપી

બે આરોપીઓ ફરાર જે મૂળ સુરત ના છે જેમાથી

1 - બડેસિંગ રહે સુરત

2 - લક્ષ્મણસિંગ રહે સુરત ના ને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતીમાન કર્યા 

No comments:

Post a Comment

THANK YOU.