Sunday, 24 December 2017

રિલાયન્સ નક્કી કરશે આ નેતાને ગુજરાતમાં મંત્રી પદ આપવું કે નહીં!

ન્યૂઝ4હુમન નેટવર્ક, અમદાવાદ: નરેન્દ્ર મોદી અને આનંદીબહેન પટેલના મંત્રીમંડળમાં  અત્યંત વગદાર મંત્રી તરીકે જેમની ગણના થતી હતી તેવા સૌરભ પટેલને વિજય રૂપાણીના મંત્રીમંડળમાં પડતા મુકવામાં આવ્યા હતા. જેની પાછળ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી નરેન્દ્ર મોદીને થયેલી ફરિયાદ કારણભુત માનવામાં આવે છે. મંત્રીમંડળમાંથી સૌરભ પટેલને પડતા મુકાયા બાદ તેમને ફરી વિધાનસભાની ટિકિટ મળવાની પણ સંભાવના ન્હોતી. આમ છતાં વડોદરાના અકોટા બેઠક ઉપરથી તેમને બદલી બોટાદ બેઠક ફાળવામાં આવી હતી.

બોટાદ બેઠક ઉપરથી તેઓ 900 મતે ચૂંટાઈ આવ્યા છે. આનંદીબહેન પટેલના મંત્રીમંડળમાં રહેલા સૌરાભ પટેલ સામે ફરિયાદ આવી હતી કે તેઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને નુકશાન થાય તે પ્રકારના નિર્ણયો લઈ રહ્યા છે. અને તેઓ પોતે પણ રિલાયન્સ પરિવારના સભ્ય હોવા છતાં રિલાયન્સની તમામ ફાઈલો ઉપર તેમણે પોતાના અધિકારીઓને કહીને રોક મુકી દીધી છે. સૌરભ પટેલે પેટ્રોકેમિકલના બિઝનેસ માટે પોતાની એક કંપની ઉભી કરી છે. જેના કારણે રિલાયન્સના હિતને નુકશાન થઈ રહ્યુ છે. આ રિલાયન્સ દ્વારા તમામ પુરાવા સાથે નરેન્દ્ર મોદીને ફરિયાદ કરવામાં આવી હતી જેના પગલે તેમને મંત્રીમંડળમાંથી હટાવવામાં આવ્યા હતા.

હવે સૌરભ પટેલ ફરી ચૂંટાઈ આવ્યા છે. તેમને વિજય રૂપાણીની સરકારમાં સ્થાન મળશે કે નહીં તે અંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે તેમના હાલમા સંબંધો મહત્વપુર્ણ સાબીત થઈ શકે તેમ છે, જો હજી પણ રિલાયન્સ નારાજ હશે તો સૌરભનું મંત્રી થવાનું મુશ્કેલ બની જશે.

No comments:

Post a Comment

THANK YOU.