Friday, 29 December 2017

મેવાણીએ કહ્યું ગુજરાતમાં વેચાતા દારુનાં રૂપિયા કોના ખિસ્સામાં જાય છે? મોદી, શાહ કે રૂપાણી?

ન્યૂઝ4હુમન નેટવર્ક, અમદાવાદ: શહેરના ગોમતીપુર વિસ્તારમાં ગત રાત્રે દારુબંધીના કડક અમલ માટે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યા બાદ આજે વડગામના ધારાસભ્ય જીજ્ઞેસ મેવાણીએ અમદાવાદના પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપી 24 કલાકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

જ્યાર બાદ જીજ્ઞેસ મેવાણીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં દારુબંધી હોવા છતાં દર વર્ષે ગેરકાયદે 25 હજાર કરોડનો દારુ વેચાય છે અને આ પૈસા કોની પાસે જાય છે? નરેન્દ્ર મોદી, અમિત શાહ, વિજય રૂપાણી પાસે?

જીજ્ઞેસ મેવાણીએ જણાવ્યું હતું કે જો આગામી 24 કલાકમાં દારુબંધીનો ગોમતીપુર, વાડજ સહિતના વિસ્તારોમાં કડક અમલ નહીં કરાયો તો શહેરના અન્ય પોલીસ સ્ટેશનોનો પણ ઘેરાવ કરવામાં આવશે.

No comments:

Post a Comment

THANK YOU.