ન્યુઝ4હુમન નેટવર્ક, ગોંડલ: ગોંડલ પંથકમાં કપાસનો મબલખ પાક થતો હોય ત્યારે ખેડૂતોને કપાસનો ઊંચો ભાવ અપાવી દેવાની લાલચ આપીને ખેડૂતો સાથે છેતરપીંડીના બનાવો બનતા રહે છે જેમાં એક ખેડૂતે મામા-ભાણેજ તરીકે ઓળખ આપનાર બે દલાલો વિરુદ્ધ ૪.૧૪ લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.
ગોંડલના ખોડધારા ગામના રહેવાસી નનુભાઈ જેરામભાઈ અમરેલીયા નામના ખેડૂતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગોંડલના જયદીપ દલાલ અને તેના ભાણેજ મહેશે તેને ગોંડલ બોલાવીને ૫૦૦ મણ કપાસ રામ જીનીંગ મિલમાં વેચી આપ્યો હતો અને કપાસની થતી કિંમત રૂપિયા ૪,૧૪,૯૫૦ નહીં આપીને છેતરપીંડી આચરી હોવાનું પોલીસને ફરિયાદમાં જણાવ્યું છે.
ગોંડલ પંથકમાં ખેડૂતોને કપાસ વેચી આપવાના નામે આ પ્રકારની છેતરપીંડીના કિસ્સાઓ ચમકતા રહેતા હોય છે. ખેડૂતો સાથે છેતરપીંડીની મોડસ ઓપરેન્ડી વાત કરીએ તો જે તે દલાલ ખેડૂતને જીનીંગ મિલ બતાવવા લઇ જાય છે અને વિશ્વાસમાં લઈને કપાસ ખેડૂત પાસેથી મંગાવીને મિલને વેચે છે જોકે વહીવટ માટે દલાલે જ કંપનીમાં વાતચીત કરી હોય જે પેમેન્ટ પર દલાલ હાથવગુ કરી લે છે જ્યારે ખેડૂતને તેના રૂપિયા આપવામાં આનાકાની કરવામાં આવે છે. છેતરપીંડીની આ ફરિયાદમાં પણ મામા-ભાણેજ તરીકે ઓળખાતા આ બંને દલાલોએ ખેડૂતને આ રીતે શીશામાં ઉતાર્યો હોવાનું સુત્રો જણાવે છે. ખેડૂતની ફરિયાદને આધારે ગોંડલ તાલુકા પોલીસે બંને દલાલો વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધી છે.
No comments:
Post a Comment
THANK YOU.