Friday, 2 March 2018

રાજકોટમાં ગુનેગારો બેફામ, મોડી રાત્રે થયેલા ફાયરિંગમાં ચાર ઘાયલ

https://news4human.blogspot.in

ન્યૂઝ4હુમન નેટવર્ક.રાજકોટ: શહેરમાં ગુનેગારોમાં પોલીસનો ખોફ ઓસરી રહ્યો છે. જ્યારે પોલીસ સામાન્ય પ્રજાને PUCના દંડ ફટકારીને સંતોષ માની રહી છે. વારંવાર ફાયરિંગની ઘટનાઓ રોજીંદી બનતા રંગીલા રાજકોટમાં યુપી-બિહાર જેવો માહોલ સર્જાયો છે. સામાન્ય પ્રજાનું જીવવું મુશ્કેલ બની ગયું હોવા છતાં પોલીસ ગુનેગારોના ઘૂંટણિયે પડી હોય તેવું લાગી રહ્યું છે. અગાઉ ફાયરિંગના ગુનામાં સંડોવાયેલા ધારાસભ્યના ભાઈને એક સપ્તાહ કરતા વધુ સમય વીતી જવા છતાં પોલીસ શોધી શકી નથી. ત્યારે બેડીપરા વિસ્તારમાં આવેલ શ્રમજીવી સોસાયટીમાં વધુ એક ફાયરિંગની ઘટના સામે આવતા ચકચાર મચી છે.

બેડીપરા વિસ્તારમાં આવેલ શ્રમજીવી સોસાયટીમાં અંગત અદાવતના કારણે ટપુ નામના વ્યક્તિએ પોતાના દેશી જોટામાંથી ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ફાયરિંગની આ ઘટનામાં બાજુમાં ઉભેલા 4 જેટલી વ્યક્તિઓને છરા લાગી જતા ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને તમામ ઘાયલોને 108 મારફતે સારવાર માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. છાશવારે બનતી આવી ઘટનાઓથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. પોલીસ સિંઘમ બની આવા લુખ્ખા તત્વોને કાયદાનો પાઠ ભણાવે તેવી માંગ લોકોમાં ઉઠી રહી છે. ત્યારે પોલીસ હવે ક્યારે એક્શન મોડમાં આવે છે તે જોવું રહ્યું.
🔴 આ પ્રકારના વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો. https://news4human.blogspot.in